જામનગર તાલુકાના જાંબુડા ગામના પાટીયા નજીકથી બાઈક પર પસાર થતો યુવાન ચાલુ બાઈકે બેશુદ્ધ થઈ જતા બાઈક પરથી પટકાતા શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડ નાક બહાર મોકરંડા રોડ પર આવેલા અનમોલ પાર્ક પાછળના વિસ્તારમાં રહેતો અને ઘુઘરા વેંચતો વિપુલભાઈ રવજીભાઈ પરમાર (ઉ.વ.45) નામનો સતવારા યુવાન ગત ત.20 ફેબ્રુઆરીના રોજ સાંજના 04 વાગ્યાના અરસામાં તેને બે દિવસથી તાવ આવતો હતો અને તાવની દવા ચાલુ હતી તે દરમિયાન બાઈક પર જાંબુડા ગામમાં ઘુઘરા વેંચવા જતો હતો ત્યારે જાંબુડા ગામના પાટીયા પાસે નદીના પુલીયા નજીક પહોંચ્યો ત્યારે બાઈક પર અચાનક બેશુદ્ધ થઈ જતાં બાઈક પરથી પટકાયો હતો. જેમાં યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ વિપુલભાઈને સારવાર માટે જાંબુડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં અવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ પ્રવિણભાઇ દ્વારા જાણ કરવામાં આવતા હેકો એચ.જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


