જામનગર શહેર-જિલ્લામાં શનિવારે જોવા મળેલી વાવાઝોડાની અસર દરમિયાન આમરા ગામની સિમમાં વિજળી પડતાં યુવાનનું મૃત્યુ નિપજ્યું હતુ. યુવકના અકાળે મૃત્યુથી પરિવારજનો પર વજ્રઘાતથી અરેરાટી છવાઇ હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર પંથકમાં શનિવારે બપોરબાદ બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળતાં ભારે પવન અને વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટા પડયા હતાં આ દરમિયાન જામનગર જિલ્લાના આમરા ગામની સીમમાં વિજળી ત્રાટકતાં શક્તિસિંહ સતુભા ગોહિલ (ઉ.વ.25) નામના યુવાને જીવ ગુમાવ્યો હતો. જામનગર પંથકમાં હજૂ ચોમાસુ આવ્યું જ નથી ત્યાં વિજળીએ એકનો ભોગ લેતાં પરિવાર ઉપર વજ્રઘાત પડયો હતો. આકાશી વિજળીએ આ શખ્સ યુવાનનો ભોગ લેતાં પરિવારજનોમાં આંક્રદ છવાયો હતો. મૃતદેહને જી.જી. હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.