Sunday, December 22, 2024
Homeરાજ્યબેટ-દ્વારકાના દરિયામાં તરીને હનુમાન દાંડી પહોચતો ઓખાનો યુવાન

બેટ-દ્વારકાના દરિયામાં તરીને હનુમાન દાંડી પહોચતો ઓખાનો યુવાન

- Advertisement -

હનુમાન જયંતી નિમિતે ઓખાના યુવાને દરિયામાં તરીને હનુમાન દાંડી સુધી પહોચ્યો હતો. બેટના હનુમાન દાંડી વારા હનુમાન પ્રત્યે અનોખી શ્રધ્ધા ધરાવતો આ યુવાન છેલ્લા પાંચ વર્ષથી દરિયામાં તરીને હનુમાન દાંડી સુધી પહોચી હનુમાનજી ના દર્શન કરે છે.

- Advertisement -

ઓખાના રાજુ લાખાભા સુમણિયા વિવિધ પ્રકારનાં ઈવેન્ટ, એડવેન્ચર કે ખતરા સામે બાથ ભીડે છે. ગામમાં કે તાલુકામાં સાપ-નાગ નીકળે એટલે લોકો આ રાજુ ને બોલાવે છે. રાજુ ગમે તેવા ખતરનાક ઝેરી સાપને પકડીને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુકી આવે છે. સ્કૂબા ડાઈવિંગનો જબરો શોખ ધરાવનાર રાજુ સાયકલીંગ રેસ કે દોડની સ્પધૉમાં હોંશભેર ભાગ લઈને પારિતોષિકો જીત્યા છે.રાજુની હનુમાનજી મહારાજ પ્રત્યેની અનોખી શ્રધ્ધા છે. તે છેલ્લા 5 વષૅથી હનુમાન જયંતિના દિવસે ઓખાથી બેટ સમૂદ્રમાં તરીને જાય છે અને કાંઠેથી હનુમાન દાંડીએ ચાલીને જઈ દશૅન કરે છે.આ વષૅ પણ આ જ રીતે રાજુએ આ સિલસિલો યથાવત રાખીને 5 કિ.મી. સમુદ્ર તરીને હનુમાન દાદાનાં દશૅન કયૉ હતા. રાજુ સુમણીયાની આ અનોખી ભકિતને ઓખાની સંસ્થાઓએ બિરદાવીને તેમનું સન્માન કર્યું હતુ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular