Friday, December 5, 2025
Homeરાજ્યઆર્થિક સંકળામણથી કંટાળીને ખંભાળિયાના યુવાને જિંદગી ટૂંકાવી

આર્થિક સંકળામણથી કંટાળીને ખંભાળિયાના યુવાને જિંદગી ટૂંકાવી

ખંભાળિયામાં ગિરધરનગર વિસ્તારમાં આવેલા હોન્ડાના શોરૂમની પાછળના ભાગે રહેતા જગદીશભાઈ કાનજીભાઈ જાદવ નામના યુવાનને છેલ્લા ઘણા સમયથી ટી.બી. તથા સુકા થાઇરોડની બીમારી હોવાથી તેઓ કાંઈ કામ ધંધો કરી શકતા ન હતા.

- Advertisement -

આ પરિસ્થિતિમાં તેમણે અગાઉ બેંકમાંથી લીધેલી લોન સંદર્ભે દેવુ વધી જતા આ બાબતથી કંટાળીને તેમણે પોતાના હાથે અનાજમાં નાખવાની ગોળીઓ ગળી જતા ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવવાની જાણ મૃતકના પત્ની જલ્પાબેન જગદીશભાઈ જાદવે પોલીસમાં જાણ કરતા પોલસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular