જામનગર શહેરમાં બાવરીવાસ નજીક ખુલ્લા ફાટક પાસે પસાર થતી ટ્રેન હેઠળ કપાઈ જતાં યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યાના બનાવમાં પોલીસે મૃતકની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં બાવરીવાસ નજીક આવેલા ખુલ્લા ફાટક પાસે રેલવે પોલ નંબર-829/17 નજીક રેલવે પાટા પરથી પસાર થતી ટે્રન હેઠળ રવિવારે 12 વાગ્યાના અરસામાં 40 વર્ષનો અજાણ્યો પુરૂષ અચાનક ટ્રેન સામે ઉભો રહી જતા ટે્રેને હડફેટે લેતા યુવાનનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ચારુ રંજન સીએલ પાંડે દ્વારા જાણ કરવામાં આવતાં સિટી સી ડીવીઝનના પીએસઆઈ એન એમ ઝાલા તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.