Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઇલેકટ્રીક ડ્રીલ મશીનના વાયરમાં શોટ સર્કિટથી શ્રમિક યુવાનનું મોત

ઇલેકટ્રીક ડ્રીલ મશીનના વાયરમાં શોટ સર્કિટથી શ્રમિક યુવાનનું મોત

મહાપ્રભુજીની બેઠક નજીક વીજશોક લાગ્યો : સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ : ભાદરામાં ઝેરી જનાવર કરડતાં વૃદ્ધનું મોત

- Advertisement -

જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક પાસે આવેલા મંદિરમાં ઈલેકટ્રીક ડ્રીલ મશીનથી કામ કરતા સમયે મશીનમાં શોર્ટ સર્કિટ થતા વીજશોક લાગતા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જોડિયા તાલુકાના ભાદરા ગામમાં રહેતાં વૃદ્ધને તેના ઘરે ઝેરી જનાવર કરડી જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરમાં પટેલ કોલોની શેરી નં.12/2 માં રહેતા અને મજૂરી કામ કરતા દિનેશ ભીખાલાલ ડોશિયા (ઉ.વ.45) નામનો યુવાન ગત તા.2 ના શનિવારે સવારના સમયે મહાપ્રભુજીની બેઠક પાસે આવેલા ચામુંડા માતાજીના મંદિરમાં ઇલેકટ્રીક ડ્રીલ મશીનથી કામ કરતો હતો ત્યારે ડ્રીલ મશીનના વાયરમાં શોર્ટ સર્કિટ થવાથી વીજશોક લાગતા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન બુધવારે મધ્યરાત્રિના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ ભાવેશ દ્વારા જાણ કરાતા હેકો એમ.એમ.ગોગરા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જોડિયા તાલુકાના ભાદરા ગામમાં રહેતાં લાલજીભાઈ વાલજીભાઈ ભંડેરી (ઉ.વ.65) નામના વૃધ્ધ ગત શનિવારે તા.16 ના રોજ તેના ઘરે હતાં ત્યારે સાપ કરડી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું બુધવારે સાંજના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પત્ની જયાબેન દ્વારા જાણ કરાતા હેકો એન.વી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular