યોગ એ સ્વસ્થ જીવન જીવવા માટેની એક ઉત્તમ કલા તથા વિજ્ઞાન છે. સમગ્ર વિશ્વમાં લાખો લોકોને યોગભ્યાસ દ્વારા લાભ થઈ રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા 9 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે બુધવાર તા. 21 જૂનના રોજ જિલ્લાના તમામ દવાખાનાઓ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આયુર્વેદ શાખા અંતર્ગત કાર્યરત યોગ ઇન્સ્ટ્રક્ટર દ્વારા વિશેષ રૂપે વિવિધ યોગીક ક્રિયાઓ બાબતે માર્ગદર્શન આપવામાં આવશે. “હર ઘર આંગન યોગ” ની થીમને સાર્થક કરવા જિલ્લાવાસીઓને આ યોગ શિબીરમાં જોડાવવા તેમજ યોગ શિબીરની માહિતી બાબતે આયુર્વેદ શાખાના યોગ ઇન્સ્ટ્રક્ટરના મોબાઈલ નંબર 9727990899 પર સંપર્ક સાધવા જિલ્લા આયુર્વેદ અધિકારીની યાદીમાં જણાવાયું છે.