Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારઘરમાં ઘુસી ચાર શખ્સો દ્વારા મહિલા ઉપર હુમલો કરી ધમકી

ઘરમાં ઘુસી ચાર શખ્સો દ્વારા મહિલા ઉપર હુમલો કરી ધમકી

- Advertisement -

ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામમાં રહેતા મહિલાના ઘરમાં ચાર શખ્સોએ પ્રવેશ કરી ખડ નાખવાની બાબતે પતાવી દેવાની ધમકી આપી લોખંડના પાવડા વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા જશુબેન લખમણભાઈ પાલાભાઈ કરંગીયા નામના 33 વર્ષના મહિલાના ઘરમાં ગેરકાયદેસર રીતે અપપ્રવેશ કરી લોખંડના પાવડા વડે બેફામ માર મારી ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ આ જ ગામના ડાડુ દેવાભાઈ ઘોયલ, રમેશ દેવાભાઈ ઘોયલ, વિજય દેવાભાઈ અને મનિષાબેન વિજયભાઈ ઘોયલ સામે ભાણવડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

ફરિયાદી જશુબેન પોતાની વાડીમાં કામ કરતા હોય અને આરોપી ડાડુભાઈ રસ્તામાંથી નીકળતા ‘રસ્તામાં કેમ ખડ નાખો છો?’ તેમ કહીને થયેલી બોલાચાલી બાદ ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 323, 504, 447, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular