Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરચંદ્રના ભૂસ્તરીય ફેરફારો અંગે સંશોધન કરશે જામનગરની મહિલા

ચંદ્રના ભૂસ્તરીય ફેરફારો અંગે સંશોધન કરશે જામનગરની મહિલા

જામનગરની મહિલાની પસંદગી અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે પાઠવ્યા અભિનંદન

- Advertisement -

ચંદ્ર ઉપર સંશોધન કરવા માટે અમેરિકન યુનિવર્સિટી દ્વારા જામનગરની મહિલાની પસંદગી કરવામાં આવી છે. ચંદ્રની સપાટી ઉપર થતાં ભુસ્તરીય ફેરફારોનું નાસાના ડેટાના આધારે સંશોધન કરવામાં આવશે. જામનગરની આ મહિલા ઇસરોના ચંદ્રયાન-2 મિશનની મહિલા ટીમના સભ્ય તરીકે પસંદગી પામી છે. આ પ્રસંગે કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે હેનલબેનને અભિનંદન પાઠવ્યા છે. જામનગરને વિશ્વના નકશા પર ઊંચું સ્થાન અપાવવા બદલ કૃષિમંત્રીએ હેનલબેનને હ્રદયપૂર્વક શુભેચ્છા પાઠવી છે.

- Advertisement -

પૃથ્વીના ઉપગ્રહ એવા ચંદ્ર વિશે એકત્ર થયેલા સેટેલાઇટ ડેટાના વિષય ઉપર પીએચડી કરનાર અને નાસાની લ્યુનાર એન્ડ પ્લેનટરી સાયન્સ કોન્ફરન્સ તેમજ યુરોપીયન પ્લેનટરી સાયન્સ કોન્ફરન્સમાં જેમના પેપર રજુ થયા છે. તેવા ઇસરોના ચંદ્રયાન-2 મિશનમાં મહિલા સભ્ય રહી ચૂકેલા જામનગરના યુવા મહિલા સંશોધક ડો. હેનલ વિજયભાઇ ભટ્ટ (ડો. હેનલ હાર્દિક મોઢા)ની અમેરિકાની ન્યુયોર્ક યુનિવર્સિટીમાં ચંદ્ર ઉપર સંશોધન માટે પસંદગી કરવામાં આવી છે. તેઓ ચંદ્ર પર ભૂસ્તરીય ફેરફારોનું નાસાના ડેટાના આધારે સંશોધન કરશે. તેણીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી ઇસરોના સંયુક્તપણા હેઠળ પ્લેનટરી જીઓલોજી વિષયમાં પીએચડી કર્યું છે. આ પછી ઇસરોના ચંદ્રયાન મિશન પ્રોજેકટમાં ગ્રુપ મેમ્બર રહી ચૂકયા છે. ઉલ્કા અથડામણ પછી પૃથ્વીથી દૂર પડેલ અને તેના ઉપગ્રહ ચંદ્ર ઉપર 3.8 કરોડ વર્ષ પહેલાં જે ખાડો થયો હતો. તે ટ્રાન્કવીલીટેટીશ બેસીન રચાય હતી. જે અંગે ઓરબિટર મિશન ડેટાના આધારે તેઓ ભૂસ્તરીય પરિવર્તનો અંગે સંશોધન કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular