Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં મહિલાની અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા

જામનગર શહેરમાં મહિલાની અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા

રૂમનો દરવાજો બંધ કરી જિંદગી ટૂંકાવી: લલોઇના વાડી વિસ્તારમાં ભૂલથી દવાવાળું પાણી પી જતાં મહિલાનું મોત : કાલાવડમાં નિંદ્રામાં બેશુદ્ધ થઈ જતાં વૃદ્ધાનું મૃત્યુ

- Advertisement -

જામનગર શહેરના નવાગામ ઘેડ ઈન્દિરા સોસાયટીમાં રહેતાં મહિલાએ કોઇકારણસર તેના ઘરે પંખાના હુકમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામજોધપુર તાલુકાના લલોઇ ગામના સીમમાં રહેતા અને ખેતમજૂરી કરતા મહિલાએ ભૂલથી દવાવાળું પાણી જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં રહેતાં વૃધ્ધાને શ્ર્વાસની બીમારીથી સબબ બેશુદ્ધ થઈ જતાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

પ્રથમ બનાવની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડ ઈન્દીરા સોસાયટી મહાદેવ મંદિરની સામેના વિસ્તારમાં રહેતાં જલ્પાબેન હિરેનભાઈ ચૌહાણ (ઉ.વ.30) નામના મહિલાએ રવિવારે સવારના સમયે તેના ઘરે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી અગમ્યકારણોસર પંખાના હુંકમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવની જાણ થતા પરિવારજનોએ રૂમનો દરવાજો તોડી મહિલાને 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલઇમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે દિપકભાઈ સોઢા દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.

બીજો બનાવ, જામજોધપુર તાલુકાના લલોઇ ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરી કામ કરતાં નુરમીબેન દિલીપભાં અજનાર (ઉ.વ.33) નામની આદિવાસી મહિલા ગત તા.6 ના રોજ વહેલીસવારના સમયે તેના ખેતરમાં ભૂલથી દવાવાળુ પાણી પી જતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ દિલીપભાઈ દ્વારા જાણ કરાતા હેકો એ.એમ.પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો બનાવ, કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં રહેતાં અને ઘરકામ કરતા કમળાબેન પ્રેમજીભાઇ ચંદ્રપાલ (ઉ.વ.64) નામના વૃદ્ધાને શ્ર્વાસની બીમારી થઈ હતી. દરમિયાન રવિવારે બપોરે દવા પી નિંદ્રાધિન થયા હતાં. ત્યારબાદ વૃદ્ધા નહીં ઉઠતા પરિવારજનો દ્વારા કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર જયસુખભાઈ દ્વારા જાણ કરાતા હેકો એ.જી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular