Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરCCTV - ધોળે દિવસે વૃધ્ધાના ઘરમાં ઘુસી મહિલા સોનાના દાગીના ઝુંટવી ગઈ...

CCTV – ધોળે દિવસે વૃધ્ધાના ઘરમાં ઘુસી મહિલા સોનાના દાગીના ઝુંટવી ગઈ !!!

- Advertisement -

જામનગર શહેરમાં જલાની જાર પાસે બુટાના કુવાવારી શેરીમાં રહેતાં વૃદ્ધા તેમના ઘરે એકલા હતાં તે દરમિયાન અજાણી મહિલાએ ઘરમાં આવી વૃદ્ધાના હાથમાં રહેલી સાડા છ તોલાની બંગડી તથા ચાંદીની એક જોડી બંગડી મળી કુલ રૂા.1,62,900 ની કિંમતના દાગીના હાથમાંથી ઝૂંટવીને નાશી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં ચોરીના બનાવો ચિંતાજનક રીતે વધી ગયા છે. તેમાં પણ હવે તો તસ્કરો ધોળે દિવસે ઘરમાં ઘુસીને એકલવાયા વૃદ્ધાને નિશાન બનાવી દાગીનાની લૂંટ આચરે છે. આવો જ એક બનાવ સોમવારે સવારના 10 વાગ્યાના અરસામાં શહેરમાં જલાની જાર બુટાના કુવાવારી શેરીમાં રહેતાં સવિતાબેન મુકુંદરાય દવે નામના વૃદ્ધા તેમના ઘરે એકલા હતાં ત્યારે અજાણી કેસરી કલરની સાડી પહેરેલી 30 વર્ષની મહિલા ઘરમાં ઘુસી ગઈ હતી અને વૃદ્ધાના હાથમાં પહેરેલ સોનાની જૂનવાણી સાડા છ તોલાની બે જોડી બંગડીઓ અને એક જોડી ચાંદીની બંગડી મળી કુલ રૂા.1,62,900 ની કિંમતની સોનાની તથા ચાંદીની બંગડીઓ હાથમાં ઝૂંટવી લઇ નાશી ગઇ હતી.

- Advertisement -

ત્યારબાદ નિસહાય વૃદ્ધાએ બનાવની જાણ તેના પુત્ર જયેશભાઇને કરી હતી. જેથી તેના દ્વારા પોલીસમાં જાણ કરાતા પીઆઈ વી.કે. ગઢવી તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઈ જયેશભાઈના નિવેદનના આધારે અજાણી મહિલા વિરુધ્ધ ચોરીનો ગનો નોંધી તપાસ આરંભી હતી. તપાસમાં પોલીસને આ વિસ્તારના સીસીટીવી ફુટેજો મળી આવ્યા હતાં. જેમાં નજરે પડતી મહિલાએ વૃદ્ધાને ઓળખી બતાવી હતી અને જેના આધારે પોલીસે તસ્કર મહિલાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular