ભારતના રાષ્ટ્રપતિ અને ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રામનાથ કોવિંદે ગુજરાતમાં જામનગર ખાતે આવેલા ઇન્ડિયન નવલ શિપ વાલસુરાને 25 માર્ચ 2022ના રોજ પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરવા માટે આવી રહ્યા છે. ત્યારે જામનગરના જાણીતા ચિત્રકાર ઇન્દુલાલ બાબુલાલ સોલંકી તેના પુત્રે અમિતભાઈ સોલંકીએ બનાવેલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ચિત્ર રાષ્ટ્રપતિને ભેટમાં આપશે.
જામનગરના જાણીતા ચિત્રકાર ઇન્દુલાલ બાબુલાલ સોલંકીએ જણાવ્યું હતું કે, ત્રણ પેઠીથી પેન્ટિંગ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ. ભવિષ્યમાં ચિત્રની કળા લુપ્ત ન થાય તે માટે છેલ્લા 15 વર્ષથી ચિત્રના કલાસ પણ ચલાવામાં આવે છે. આગળ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતની કોયલ લતા મંગેશકરજી, હેમંતકુમાર અને જગજીત સિંઘ સહિત અને સેલિબ્રિટીઓના પેઇન્ટિંગ બનાવી તેમને ભેટ કર્યા છે. તેમજ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને પણ તેમનું ચિત્ર બનાવી ભેટ કર્યું હતું. અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ તેમની પેન્ટિંગ ની દુકાનની પણ મુલાકાત લીધી હતી. જે યાદગીરી પણ તેમણે સાચવીને રાખી છે. ત્યારે જામનગર ખાતે આવેલા ઇન્ડિયન નેવલ શિપ વાલસુરાને 25 માર્ચ 2022ના રોજ પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરવા માટે આવી રહ્યા છે. ત્યારે જામનગરના જાણીતા ચિત્રકાર ઇન્દુલાલ બાબુલાલ સોલંકી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ચિત્ર ભેટમાં આપશે.