જામનગરમાં લોહાણા મહાપરિષદની સપ્તમ કારોબારીની સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સમસ્ત હાલાર લોહાણા સમાજના પ્રમુખ તરીકે જીતુભાઇ લાલની વરણી કરવામાં આવી હતી. જીતુભાઇ લાલની વરણીને બેઠકમાં ઉપસ્થિત રઘુવંશી અગ્રણીઓએ વધાવી લઇ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
રઘુવંશી સમાજની વૈશ્ર્વિક સંસ્થા લોહાણા મહા પરિષદની કારોબારીની સાતમી બેઠક તા. 2 અને 3 ડિસેમ્બરના રોજ જામનગર ખાતે મળી હતી. સમસ્ત હાલાર લોહાણા સમાજના યજમાનપદે મળેલી આ બેઠક તા. 2ના રોજ બપોરબાદ પંચેશ્ર્વરટાવર પાસે આવેલી લોહાણા મહાજનની વાડીમાં તથા તા. 3 ડિસેમ્બરના રોજ સવારે જામનગર-ખંભાળિયા રાજ્યના ધોરીમાર્ગ પર એરપોર્ટ રોડની સામે આવેલ રજવાડુ ધ વિલેજ હોટલમાં મળી હતી. આ બેઠકમાં વિદેશોમાં સંસ્થાના સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ આગામી સમયમાં કરવાના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ ઉપરાંત આ કારોબારી સમિતિની બેઠકમાં હાલાર લોહાણા સમાજના પ્રમુખ તરીકે જામનગરના રઘુવંશી અગ્રણી જીતુભાઇ લાલની વરણી કરવામાં આવી હતી. આ બેઠકમાં લોહાણા મહા પરિષદની મહિલા પાંખના અધ્યક્ષ રશ્મિબેન વિઠ્ઠલાણી, લોહાણા મહા પરિષદના પ્રમુખ સતિષભાઇ વિઠ્ઠલાણી, ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, જૈમિનીબેન મોટાણી, જ્યોતિબેન માધવાણી, અશોકભાઇ લાલ, રમેશભાઇ દત્તાણી, ચંદુભાઇ બારાઇ, રઘુવંશી અગ્રણીઓ વિપુલભાઇ કોટક, દિનેશભાઇ મારફતિયા, નિરજભાઇ દત્તાણી, ભરતભાઇ સુખપરીયા, હાલાર લોહાણા સમાજના સંયોજક જીતુભાઇ લાલ, સ્વાગત સમિતિના કન્વિનર દ્વારકાદાસભાઇ રાયચુરા સહિતના રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
સમસ્ત હાલાર લોહાણા સમાજના પ્રમુખ તરીકે જીતુભાઇ લાલની નિયુક્તિ
જામનગર અને દેવભૂમિ દ્વારકામાં લોહાણા જ્ઞાતિના સંગઠનોને એક છત્ર હેઠળ લાવી જ્ઞાતિ ઉત્કર્ષના કાર્યોને વધુ વેગવાન બનાવવા માટે જામનગરના યુવા ઉદ્યોગપતિ જીતુભાઇ લાલના વડપણ હેઠળ સમસ્ત હાલાર લોહાણા સમાજની રચના કરવામાં આવી છે.
જામનગરના આંગણે લોહાણા મહાપરિષદની મળેલી કારોબારીની સાતમી બેઠક દરમિયાન બારાડી લોહાણા મહાજનના પ્રમુખ અને હાલાર પંથકના પીઢ અગ્રણી દ્વારકાદાભાઇ રાયચુરા (મોાટભાઇ)એ પોતાના સ્વતગ પ્રવચન દરમિયાન જણાવ્યું હતું કે, હાલારમાં લોહાણા સમાજના સંગઠ્ઠનોને એક છત્ર હેઠ લાવીને જ્ઞાતિ ઉત્કર્ષના કાર્યો વધુ વેગવાન બને અને શિક્ષણ-આરોગ્ય-વેપાર, ઉદ્યોગ તથા સામાજિક પ્રવૃત્તિઓનું ફલક વિસ્તરે તે માટે સમસ્ત હલાર લોહાણા સમાજની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને સંસ્થાના પ્રમુખ તરીકે જામનગરના યુવા ઉદ્યોગપતિ અને સક્રિય રીતે સતત જ્ઞાતિ સેવાના કામો કરતાં જીતુભાઇ લાલના નામની તેઓએ જાહેરાત કરી હતી.
આ સાથે સમસ્ત હાલાર લોહાણા સમાજના હોદ્ેદારોનું માળખુ પણ દ્વારકાદાસભાઇ રાયચુરા (મોટાભાઇ)એ જાહેર કર્યું છે. જેમાં જીતુભાઇ લાલ (પ્રમુખ) ઉપરાંત ઉપપ્રમુખો તરીકે ભરતભાઇ મોદી (ભાટીયા-લાંબાવાળા), અરવિંદભાઇ પાબારી, મોહનભાઇ બારાઇ (ઓખા), તુલસીભાઇ ભાયાણી (ખંભાળિયા) અને મૌલિકભાઇ દિલીપભાઇ નથવાણી (કાલાવડ)નો સમાવેશ કરવામાં આવ્યો છે. મહામંત્રી તરીકે રમેશભાઇ દત્તાણી (જામનગર) તથા મંત્રીઓ તરીકે ભાવિનભાઇ અનડકટ (ધ્રોલ) અને પ્રફુલ્લભાઇ ભગત (ભાણવડ) તેમજ સહમંત્રીઓ તરીકે ભરતભાઇ ઠકરાર (જામજોધપુર), દિપકભાઇ સુરેશભાઇ નથવાણી (લાલપુર) અને અશોકભાઇ વર્મા (જોડિયા) ઉપરાંત સંગઠ્ઠન મંત્રી તરીકે ગિરીશભાઇ ગણાત્રા (જામનગર) અને પ્રચાર-પ્રસાર મંત્રી તરીકે પાર્થભાઇ સુખપરીયા (જામનગર) તેમજ ખજાનચી તરીકે નિર્મળભાઇ સામાણી (દ્વારકા) તથા ઓડિટર તરીકે બાબુભાઇ બદીયાણી (વાડીનાર-સીંગચ)ની વરણીની જાહેરાતને ઉપસ્થિત સૌએ હર્ષભેર આવકારી હતી.