જામનગર શહેરમાં કાલાવડ બાયપાસ નજીકથી પસાર થતા ટુવ્હીલર ચાલકને પુરપાટ આવી રહેલા ટ્રકચાલકે ઠોકર મારી હડફેટે લેતા બાઈકસવાર અને પાછળ બેસેલ મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતા ટ્રાફિક પીએસઆઈ તથા સ્ટાફે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડી ટ્રાફિક ફરીથી શરૂ કરાવ્યો હતો.