જામનગર જિલ્લાના પડાણા ગામના પાટીયા પાસેથી પસાર થતા વિદ્યાર્થીને સ્થાનિક પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી દારૂની બે બોટલ મળી આવી હતી. જોડિયા તાલુકાના માવના ગામ પાસેથી પોલીસે શખ્સને દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો. જામનગરમાં રાધિકા સ્કૂલ પાસેથી પસાર થતા શખ્સને દારૂની બોટલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર જિલ્લાના પડાણા ગામના પાટીયા પાસેથી પસાર થતા જીજે-37-એચ-4005 નંબરના બાઈકસવારને મેઘપર પોલીસે આંતરીને તલાસી લેતા કિશોર વાલા ઢચા નામના લાલપુર તાલુકાના મીઠોઇ ગામના વિદ્યાર્થીના કબ્જામાંથી રૂા.1000 ની કિંમતની બે બોટલ દારૂ મળી આવતા પોલીસે રૂા.31000 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જોડિયા તાલુકાના માવના ગામ પાસેથી પસાર થતા રમેશ બાબુ ગોગરા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.500 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા જોડિયા પોલીસે રમેશની ધરપકડ કરી હતી. ત્રીજો દરોડો, જામનગર શહેરના રાધિકા સ્કૂલ સામેના રોડ પરથી પસાર થતા સાહિલ મુળજી મકવાણા નામના શખ્સને સીટી એ ડીવીઝન પોલીસે આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.500 ની કિંમતની દારૂની એક બોટલ મળી આવતા સાહિલની ધરપકડ કરી હતી.