તા. 1લી જુલાઇથી અમરનાથદાદાના દ્વાર ભક્તો માટે ખુલશે ત્યારે અત્યારે અમરનાથ યાત્રાને લઇને વ્યવસ્થા અંગે આખરી ઓપ અપાઇ રહ્યો છે અને ભક્તો પણ આ યાત્રામાં જોડાવાની તૈયારીઓ કરી રહ્યાં છ. ત્યારે જામનગરના એક ભક્તે અનોખી યાત્રા પ્રારંભ કરી સાયકલ દ્વારા ગુજરાતથી લદાખની યાત્રા માટે નિકળ્યા છે.
જામનગરની નંદનવન સોસાયટીમાં રહેતા ગોવિંદભાઇ આહિર કે જેઓ ફોટોગ્રાફીના વ્યવસાય સાથે જોડાયેલા છે. જેઓએ આજથી તેમને સાયકલયાત્રા શરુ કરી છે. જેમાં તેઓ વૈશ્ર્ણોદેવી, અમરનાથ, લદાખ, જમ્મુ-કાશ્મિર, હિમાચલની યાત્રામાં નિકળ્યા છે. રસ્તામ)ં તેઓ રાજસ્થાન, હરિયાણા, પંજાબ થઇને પહોંચશે. તેઓ સૌપ્રથમ વૈશ્ર્ણોદેવી દર્શન કરીને ત્યારબાદ અમરનાથ દર્શન કરી આગળ વધશે. સાયકલ દ્વારા જ પરત પણ આવશે.
આ સાયકલ યાત્રા અંદાજે 6 થી 7 હજાર કિ.મી.ની થશે. જેને અંદાજે ચાર મહિનાના ગાળો પુરી કરાશે. હાલના સમયમાં જે પ્રદૂષણ વધી રહ્યું છે. તે જોતાં પર્યાવરણપ્રેમી ગોવિંદભાઇ આહિરે લોકોને પેટ્ોલ-ડિઝલવાળા વાહનોનો ઉપયોગ ઘટાડીને સાયકલનો વપરાશ વધારીને પર્યાવરણને બચાવવાનો સંદેશો લોકો સુધી પહોંચાડવા ઇચ્છે છે. આમ, પર્યાવરણપ્રેમી ગોવિંદભાઇ આહિરે પોતાની આ યાત્રાની શરુઆત કરી ત્યારે સમાજના અગ્રણીઓએ તેમને આ યાત્રા માટે શુભેચ્છા પાઠવી હતી અને સાયકલ રાઇડરે પોતાને જરુરી તમામ સામાનને સાયકલ સાથે બાંધીને પોતાની આ સફરની શરુઆત કરી દીધી છે.