જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનરની સુચના અનુસાર કોન્ફરન્સ હોલ ખાતે કાર્યપાલક ઇજનેર મુકેશભાઈ વરણવાની અધ્યક્ષતામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની રિવ્યૂ મિટિંગ યોજાઈ હતી. જેમાં શહેરમાં સ્વચ્છતાનું ઉતમ ધોરણ જળવાઈ રહે તે હેતુ “વન ડે વન વોર્ડ” અંતર્ગત ચાલતી સઘન સફાઈ ઝૂંબેશ કામગીરીનો રીવ્યુ લેવામાં આવ્યો હતો ઉપરાંત ઞગઉઙ દ્વારા કરવામાં આવતા જન જાગૃતિ કાર્યક્રમો અંગેના રીવ્યુ લેવામાં આવ્યા હતા જન જાગૃતિ દ્વારા વધુ માં વધુ લોકો સ્વચ્છતામાં સાથ સહકાર આપે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
તેમજ કોમર્શિયલ વિસ્તારોમાં બે વખત ડોર ટુ ડોર તેમજ આવિસ્તાર માં રાત્રે પણ ડોર ટુ ડોર કામગીરી કરવામાં આવે છે જે વધુ સઘન રીતે કરવા માટે સૂચના આપવામાં આવી હતી. આ મીટીંગમાં સો.વે. મેનેજ. નાયબ ઇજનેર તથા, તમામ ઝોનલ ઓફિસર, એસ.આઈ., શાખાના તમામ ઈજનેર તમામ કાર્યરત પ્લાટ અને ઞગઉઙ ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.