યાત્રાધામ દ્વારકા ખાતે જગતગુરુ શંકરાચાર્ય મહારાજ ના સાનિધ્યમાં ધર્મ સમસ્ત બ્રહ્મસમાજમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મસભામાં સમસ્ત બ્રહ્મસમાજના દ્વારકાના પ્રમુખ રાજુભાઈ જોષી અને મિતેશભાઇ બુજડ દ્વારા શ્રી શારદાપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજજીની પાદુકા પૂજન કરી શુભ શરુઆત કરવામાં આવી હતી. દ્વારકામાં બ્રહ્મસમાજની નવી પેનલની રચના થયા બાદ પ્રથમ વાર શ્રી શારદાપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજજી નાઆશર્વાદ સાથે દ્વારકામાં વસતા તમામ બ્રાહ્મણ પરિવારો ધર્મ સભામાં જોડાયા હતા.