કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના સીમ વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે મોડી રાત્રે જુગાર દરોડો ધમધમતા જુગારધામમાંથી બે મહિલાઓ સહિત કુલ 12 પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા.
આ અંગેની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામની રાતડા સીમ વિસ્તારમાં રહેતા ભરત રામશીભાઈ કંડોરીયા નામના 25 વર્ષના શખ્સ દ્વારા પોતાની વાડીના રહેણાંક મકાનમાં પોતાના અંગ ફાયદા માટે જુગારીઓને રમવા માટે સુખ સુવિધાઓ પૂરી પાડી તેના બદલામાં નાલ ઉઘરાવીને ચલાવતા જુગારના અખાડા પર સ્થાનિક પોલીસે રાત્રિના એક વાગ્યે દરોડો પાડ્યો હતો.
આ સ્થળેથી જુગાર રમતા સુરેશભારથી નારણભારથી બાવાજી, દિલીપ નાનાલાલ મહેતા, ધરણાત મારખીભાઈ કંડોરીયા, મનુભા ઘેલુભા માણેક, પ્રવીણ ભોવનભાઈ ગોસ્વામી, ભરતભા પરબતભા માણેક, બાબુગર કેશુગર ગોસ્વામી, નાથુભા મહોબતસિંહ વાઢેર, અશોક છગનલાલ સોનૈયા અને બે મહિલા સહિત 12 શખ્સોને ઝડપી લીધા હતા.
આ કાર્યવાહીમાં પોલીસે રૂપિયા 54,100 રોકડા, રૂપિયા 36,000 ની કિંમતના નવ નંગ મોબાઈલ ફોન, રૂ. 65,000 ની કિંમતના ત્રણ મોટરસાયકલ તથા રૂપિયા બે લાખની એક મોટરકાર મળી, કુલ રૂ. 3,55,100 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.