જામનગર તાલુકાના નાઘુના ગામમાં રહેતા શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.6300 ની કિંમતના 65 નંગ ચપલા મળી આવતા શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. જામનગર તાલુકાના મુંગણી ગામમાં પાણીના ટાંકા પાસેથી પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.3500 ની કિંમતની દારૂની સાત બોટલો મળી આવતા અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘુના ગામમાં રહેતાં હરદીપસિંહ ભાવુભા કંચવા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પંચ બી પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.6300 ની કિંમતના દારૂના 65 નંગ ચપલા મળી આવતા પોલીસે દારૂ કબ્જે કરી હરદીપસિંહની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
બીજો દરોડો, જામનગર તાલુકાના મુંગણી ગામમાં પાણીના ટાંકા પાસેથી પસાર થતા જયેન્દ્રસિંહ દીપસિંહ જાડેજા નામના શખ્સને પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.3500 ની કિંમતની દારૂની સાત બોટલો મળી આવતા અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.