જામનગરના ફલ્લાગામના બસ સ્ટેન્ડ નજીક કારમાંથી 350 બોટલ દારુનો જથ્થો ઝડપી પોલીસ દ્વારા કારચાલક અને દારૂનો જથ્થો પૂરો પાડનારની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, ફલ્લા ગામના બસ સ્ટેન્ડ નજીકથી પોલીસે સમદ હનીફ વિરાણીના કબજાની GJ-36-L-8532 નંબરની ઇકોકાર માંથી 350 નંગ દારૂની બોટલ ઝડપી લઇ રૂ 52,150ની કિમંતની 350 નંગ દારૂની બોટલ તથા રૂ 2 લાખની મોટરકાર મળી કુલ રૂ 2,52,150નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને કાર ચાલક સમદ હનીફ વિરાણી તથા દારૂનો જથ્થો પૂરો પાડનાર ધર્મેન્દ્ર નટવરલાલ ડોડીયા ની શોધખોળ હાથ ધરી હતી.