ભાણવડમાં ફલકુ નદી કાંઠે પાટાવાળ વિસ્તાર નજીક રાત્રીના 11 વાગ્યા આસપાસ નદી કાંઠાબાજુથી આઠ ફૂટ લાંબો એક અજગર (ઇન્ડિયન રોક પાયથન) રોડ પસાર કરી માનવ વસાહત બાજુ જતો હોય ત્યારે ત્યાંથી પસાર થતા રાહદારીના ધ્યાને આવતા તેઓએ આ વિસ્તારના જાણીતા રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટને જાણ કરતા તુરંત આ અજગરને રેસ્ક્યુ કરી બરડાના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયો હતો.