Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમહેશનવમી નિમિત્તે શોભાયાત્રા યોજાઇ - VIDEO

મહેશનવમી નિમિત્તે શોભાયાત્રા યોજાઇ – VIDEO

દ્વારકા જિલ્લા ડીવાયએસપી સમીર સારડા ઉપરાંત જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યાં

- Advertisement -

માહેશ્વરી નાગોરી વણિક સમિતિ દ્વારા આજરોજ મહેશનવમીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરુપે જામનગર શહેરમાં આવેલ હેમેશ્વર મહાદેવ મંદિર ખાતે ધ્વજારોહણ તથા શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરુપે આજે સવારે હેમેશ્વર મહાદેવ મંદિરે ધ્વજાપૂજન યોજાયા બાદ નિલકંઠ મહાદેવ મંદિર સુધી શોભાયાત્રા યોજાઇ હતી. આ શોભાયાત્રામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીવાયએસપી સમીર સારડા પરિવાર સાથે ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ માહેશ્વરી નાગોરી વણિક સમિતિના હોદ્દેદારો, અગ્રણીઓ તથા જ્ઞાતિજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને શોભાયાત્રા, ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમોનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular