જામનગર શહેરમાં ગાંધીનગર નવા સ્મશાનની પાછળના ભાગે મૃત ઢોરોને દાટવા માટે ડમ્પીંગ પોઇન્ટ બનાવવા સામે વિસ્તારમાં રહેવાસીઓ દ્વારા કમીશનરને વાધાં અરજી આપવામાં આવી હતી.
શહેરના ગાંધીનગર નવા સ્મશાનની પાછળના ભાગે સરકારી ખરાબાની જમીનમાં મૃત ઢોરોને દાટવા માટેનું ડમ્પીંગ પોઇન્ટ બનાવવા હલચલ ચાલી રહી હોય આ માટે સરકારી ખરાબાની જમીનની સાફ સફાઇ પણ શરૂ કરી છે. જેને લઇ નવાગામ ઘેડના ખેડુતો તથા મોમાઇનગર, મચ્છરનગર, ગાંધીનગર, પુનીતનગર સહિતના વિસ્તારના રહેવાસીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું છે કે, આ ડમ્પીંગ પોઇન્ટ બનશે તો આ વિસ્તારમાં મોટા પાયે રોગચાળો ફાટી નિકળવાની પણ સંભાવના છે. આ મોટો રહેણાંક વિસ્તાર છે. ડમ્પીંગ પોઇન્ટને કારણે દુર્ગંધ અને પ્રદુષણ ફેલાસે જેને કારણે સ્થાનીકો પોતાના રહેણાંકમાં રહી પણ નહીં શકે આથી આ કાર્યવાહી બંધ કરવા વિસ્તારના રહેવાસીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે. પૂર્વ મેયર કનકસિંહ જાડેજા સહિતના રહેવાસીઓ દ્વારા આવેદન પત્ર પાઠવાયું હતું.