જામનગરમાં મોમાઇનગર વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી એલસીબીની ટીમે તલાસી દરમિયાન રૂા.35,200 ની કિંમતની 88 બોટલ દારૂ મળી આવતા શખ્સની ધરપકડ કરી ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના મોમાઈનગર શેરી નં.5 માં રહેતાં યશપાલસિંહ ઉર્ફે ગડિયો નરેન્દ્રસિંહ જાડેજાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીના યોગરાજસિંહ રાણા, યશપાલસિંહ જાડેજા અને અજયસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ઈન્ચાર્જ પીઆઈ કે.જે. ભોયે તથા ટીમે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.35,200 ની કિંમતની દારૂની 88 બોટલ મળી આવતા એલસીબીએ ક્રિપાલસિંહ બળવંતસિંહ સરવૈયા નામના શખ્સની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થામાં યશપાલસિંહ ઉર્ફે ગડિયો નરેન્દ્રસિંહ જાડેજા અને પ્રતિપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા નામના બે ભાઈઓ દ્વારા દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હોવાનું ખુલ્યુ હતું. જેના આધારે એલસીબીની ટીમે ઝડપાયેલા સહિતના ત્રણ શખ્સોએ ગુનો નોંધી બન્ને ભાઈઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.