Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરના દિગ્વીજય પ્લોટમાં રહેણાંક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

જામનગરના દિગ્વીજય પ્લોટમાં રહેણાંક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

65 બોટલ દારૂ કબ્જે : શહેર અને જિલ્લામાં જુદા જુદા નવ સ્થળોએ દારૂ અંગે દરોડા

- Advertisement -

જામનગર શહેરના દિ.પ્લોટ 54 વિસ્તારમાં રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન 65 બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી લીધો હતો. જામનગર તાલુકાના કોંજા ગામના વાડી વિસ્તારમાંથી પોલીસે 37 બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી લીધો હતો. જામનગર શહેરના રાંદલનગરમાંથી 18 બોટલ દારૂ કબ્જે કરી આરોપીની શોધખોળ આરંભી હતી.

- Advertisement -

દારૂના દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના દિ.પ્લોટ 54 વિશ્રામવાડી વિસ્તારમાં રહેતાં અશોક ઉર્ફે મીરચીના મકાનમાં દારૂનો જથ્થો હોવાની પો.કો. વિક્રમસિંહ જાડેજા, હેકો રવિરાજસિંહ જાડેજા, દેવાયત કાંબરીયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન.એ.ચાવડા, પીએસઆઇ એમ.એન. રાઠોડ, એએસઆઈ કે.પી. જાડેજા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, વિજય કાનાણી, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા અને યોગેન્દ્રસિંહ સોઢા, રાકેશ ચૌહાણ, હિતેશ સાગઠિયા, ઋષિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા અશોક ઉર્ફે મીરચી ખટાઉભાઈ મંગે નામના શખ્સને મકાનમાંથી રૂા.32500 ની કિંમતની 65 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો દિપક ઉર્ફે દિપુ સગરમ શંભુભાઈ ખીચડાએ સપ્લાય કર્યો હોવાની કેફિયતના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

બીજો દરોડો, જામનગર તાલુકાના કોંજા ગામના વાડી વિસ્તારમાં રહેતાં રામશી વેજાણંદ કરમુરના ખેતરમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પંચ બી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા ઓરડીમાંથી રૂા.18500 ની કિંમતની 37 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસે રામશીની ધરપકડ કરી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગર શહેરના રાંદલનગર વિસ્તારમાં રહેતાં વિજયસિંહ હરીસિંહ જેઠવાના મકાનમાંથી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.9000 ની કિંમતની 18 બોટલ દારૂ મળી આવતા પોલીસે દારૂ કબ્જે કરી વિજયસિંહની શોધખોળ આરંભી હતી.

ચોથો દરોડો, જામજોધપુર ગામમાં મેલાણ તરફ જવાના માર્ગ પરથી પસાર થતા ભાયા લાખા હુણને જામજોધપુર પોલીસે આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા. 2500 ની કિંમતની પાંચ બોટલ મળી આવતા ધરપકડ કરી વધુ પૂછપરછ આરંભી હતી.

- Advertisement -

પાંચમો દરોડો, જોડિયા તાલુકાના પીઠડ ગામથી પડાણા તરફ જવાના માર્ગ પરથી પસાર થતા ભરત નાગદાન કુંભારવડીયાને જોડિયા પોલીસે આંતરીને તલાસી લેતા રૂા.2250ની પાંચ બોટલ મળી આવતા પોલીસે ભરતની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

છઠો દરોડો જામનગર તાલુકાના ખીમલિયા ગામના પાટીયા પાસેથી પસાર થતા દોલુભા મહિપતસિંહ કેરને પંચકોશી બી ડીવીઝન પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1000 ની કિંમતની બે બોટલ દારૂ મળી આવતા ધરપકડ કરી હતી.

સાતમો દરોડો, જામનગર તાલુકાના બેડ ગામના ટોલનાકા પાસેથી પસાર થતી જીજે-03-બીએ-5004 નંબરની રાજકોટ પાસીંગની કારને સીક્કા પોલીસે આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.500 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા પોલીસે અમિત ભૂપત ઉદેસાને પાંચ લાખની કાર અને દારૂ સાથે ઝડપી લીધો હતો.

આઠમો દરોડો, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા ગ્રીનસીટી પ્લાઝામાં રહેતાં જયેશ જેન્તી કનખરાના ફલેટમાંથી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.500 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા પોલીસે જયેશની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

નવમો દરોડો, જામનગર શહેરના ખેતીવાડી વિસ્તારમાં સિધ્ધાર્થનગર શેરી નં.2 માં રહેતા સાગર રામજી માંગલિયાના મકાનમાં સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે તલાસી લેતા તેમાંથી રૂા.1300 ની કિંમતના 13 નંગ ઈંગ્લીશ દારૂના ચટપા મળી આવતા પોલીસે સાગરની શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular