ભાણવડ તાલુકાના મોરઝર ગામે પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન રબારી શખ્સ પાસેથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની 30 બોટલ તેમજ મોબાઇલ મળી કુલ 12500નો મુદામલ કબ્જે કરી રબારી શખ્સને દબોચી લીધો હતો. રબારી શખ્સની પૂછતાછમાં અન્ય એક ઇસમનું નામ ખુલતા તેને પકડવા પોલીસે શોધખોળ કરી છે.
આ અંગે પોલીસીને મળતી વિગત મુજબ ભાણવડના મોરઝર ગામે ઇંગ્લીશ દારૂનો જથ્થો હોવાની પોલીસને બાબતી મળતી હતી આથી પોલીસે મોરઝર ગામે પહોંચી તપાસ હાથ ધરતાં તે દરમ્યાન નદીના પટ પાસે મગન ઉર્ફે નાથા વીરા મોરી નામના ઇસમની ઝડતી લેતા તેના કબજામાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ મળી હતી. જેથી પોલીસે તેની પૂછતાછ કરતાં અન્ય એક સપ્લાયરનું નામ ખુલ્યું હતું. આ શખસનું નામ સુદા વિરા મોરી હોવાનું સામે આવતા તેને પકડવા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે સ્થળ ઉપરથી 30 બોટલ દારૂ તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂા. 12,500નો મુદામાલ કબ્જે કર્યો હતો. કાર્યવાહી પી.એસ.આઇ. એચ.આર. સવસેટા સહિત સ્ટાફના ગિરીશભાઇ ગોજિયા, કિશોરસિંહ જાડેજા, વિપુલભાઇ હેરભા, મનહરસિંહ જાડેજા, વેજાણંદભાઇ સહિતના વગેરેએ કરી હતી.