ધ્રોલ તાલુકામાં સોયલ પાટીયા પાસેથી પોલીસે એક શખ્સને રૂા.10,000 ની કિંમતની ઇંગ્લીશ દારૂની 100 નંગ દારૂની બોટલ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકામાં સોયલ પાટીયા પાસે હાઈવે રોડ ઉપરથી પોલીસે વૈભવ રમેશ ચતવાણી નામના શખ્સને રૂા.10 હજારની કિંમતની 100 નંગ ઈંગ્લીશ દારૂની પ્લાસ્ટિકની નાની બોટલ (ચપટા) તથા રૂા.3000 ની કિંમતનો એક નંગ મોબાઇલ ફોન સહિત રૂા.13,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.