જામનગરમાં નંદનવન સોસાયટીમાં રાંધણગેસના બાટલામાંથી ગેરકાયદેસર ગેસ રીફીલીંગ કરતા એક શખ્સને જામનગર એસઓજી પોલીસે રૂા. 21 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં નંદનવન સોસાયટી શેરી નં.2 ગોપાલ પ્રોવીઝન સ્ટોર્સ પાસે રાજકુમાર યાદવ નામનો શખ્સ ગેરકાયદેસર રીતે રાંધણગેસના બાટલામાંથી રીફીલીંગ કરતો હોવાનું એસઓજીના શોભરાજસિંહ જાડેજા, રાજેશભાઈ મકવાણા, અનિરૂધ્ધસિંહ ઝાલા તથા હર્ષદકુમાર ડોરીયાને બાતમી મળી હતી જેના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એસઓજીના પીઆઇ બી.એન. ચૌધરી, પીએસઆઈ જે ડી પરમારના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન રાજકુમાર ભગેરણ યાદવ નામના શખ્સને 26 નંગ ખાલી બાટલાઓ, લોખંડનું પાનું, ચાર નંગ નીપલ તથા નાના મોટા ગેસ ભરેલ બાટલા સહિત કુલ રૂા.21 હજારની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો અને સીટી એ ડીવીઝનમાં ગુનો દાખલ કર્યો હતો.