Saturday, December 21, 2024
Homeરાજ્યગુજરાતલેન્ડગ્રેબિંગની નવી વ્યાખ્યા : ફુટપાથ પર ધંધો નહીં કરવાનો

લેન્ડગ્રેબિંગની નવી વ્યાખ્યા : ફુટપાથ પર ધંધો નહીં કરવાનો

જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં કેટલાં ગુન્હા નોંધવા પડે ! : વેજ હોય કે નોનવેજ, આ પ્રકારના દબાણો નાગરિકો માટે સમસ્યા

- Advertisement -

- Advertisement -

રાજકોટમાં ઇંડા અને નોનવેજની લારીઓના જાહેરમાં ઉભા રહેવા પર પ્રતિબંધ લાગ્યા બાદ હવે ગુજરાતના કોર્પોરેશનોમાં પ્રતિબંધ મૂકવાની જાણે ફેશન ચાલી રહી હોય તેમ એક પછી એક પાલિકાઓ અને કોર્પોરેશન દ્વારા પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. રસ્તામાં ઊભી રહેલી લારીઓ મામલે રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું મોટુ નિવેદન સામે આવ્યું છે. વડોદરા એક કાર્યક્રમમાં ગયેલા રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇને અધિકાર નથી. ફૂટપાથ રાહદારીઓના ચાલવા માટે છે તેના પર કોઇ પણ વ્યક્તિએ હક્ક જમાવવો ન જોઇએ. આ એક પ્રકારનું લેન્ડ ગ્રેબિંગ જ છે. નોનવેજ અને વેજ તમામ લારીઓના દબાણ હટાવવા જ જોઈએ. નોનવેજ અને વેજની લારીના ધૂમાડાથી લોકોને નુકસાન થાય છે તેને હટાવવી જ જોઈએ.’ ઉલ્લેખનીય છે કે આ અગાઉ કચ્છના એક કાર્યક્રમ દરમિયાન મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, આ એક લાંબા ગાળાનો પ્રશ્ન છે. રસ્તામાં ગમે ત્યાં ઊભા રહીને ધંધો કરે એ ન ચાલે દુકાન લઈને ધંધો કરે. રસ્તા પર ઇંડા અને નોનવેજની લારીઓ લેન્ડગ્રેબિંગ સમાન જ છે.

રાજેન્દ્ર ત્રિવેદીને આ અંગે પૂછાતા તેમણે કહ્યું કે, હું મારા મંતવ્ય પર અડગ છું. ફૂટપાથ રાહદારીઓ માટે છે અને તેના પર કોઈ અતિક્રમણ કરી શકાય નહીં. ફૂટપાથ પર લારીઓ મૂકવીએ પોતે જ એક પ્રકારની જમીન હડપ કરવાની વાત છે. જેઓ કોઈપણ પ્રકારનું સ્ટ્રીટ ફૂડ, વેજ, નોન વેજ બનાવે છે, તેમાંથી નીકળતા ધૂમાડા અને મસાલાના કારણે પસાર થતા લોકોને મુશ્કેલી પડે છે, આંખોમાં બળતરા થાય છે તેને હટાવવી જ જોઇએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular