Sunday, September 8, 2024
Homeઆંતરરાષ્ટ્રીયભારત-અમેરિકા સંબંધોનો નવો અધ્યાય

ભારત-અમેરિકા સંબંધોનો નવો અધ્યાય

વોશિંગ્ટનમાં વરસતા વરસાદે એરપોર્ટ પર પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત : અમેરિકી રાષ્ટ્રપતિ સાથે બેઠક બાદ યુએસ કોંગ્રેસને કરશે સંબોધન : સંરક્ષણ ક્ષેત્રે થશે મહત્વના કરારો

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની ઐતિહાસિક અમેરિકા યાત્રા દરમ્યાન એક નવો અધ્યાય આલેખવા જઇ રહયા છે. ભારત અને અમેરિકા વચ્ચેના સાંસ્કૃતિક અને વ્યાપારીક સંબંધોને સર્વોચ્ચ ઉંચાઇએ પહોંચાડવા માટે બન્ને દેશના વડાઓ વચ્ચે આજે મહત્વપૂર્ણ ચર્ચાઓ થશે.

- Advertisement -

વડાપ્રધાન પીએમ મોદીના અમેરિકા પ્રવાસનો આજે બીજો દિવસ છે. આ દરમિયાન પીએમ મોદી ન્યૂયોર્કથી વોશિંગ્ટન જીસી પહોંચ્યા, જયાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટ પર પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

જોકે આ સમયે જોરદાર વરસાદ શરૂ થયો હતો. જેના પર ટીપ્પણી કરતા પીએમ મોદીએ કહ્યું કે ભગવાન ઈન્દ્રએ યાત્રાને વધુ સારી બનાવી. વોશિંગ્ટન ડીસી પહોંચ્યા બાદ પીએમ મોદી વ્હાઇટ હાઉસ પહોંચ્યા, જયાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેને તેમનું સ્વાગત કર્યું. પીએમ મોદી માટે ખાનગી ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી આજે યુએસ કોંગ્રેસને સંબોધિત કરશે. વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનર કર્યા બાદ પીએમ મોદી જો બિડેન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.

- Advertisement -

તે જ સમયે, અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન કોઓર્ડિનેટર જોન કિર્બીએ રાષ્ટ્રપતિ બિડેન સાથે પીએમ મોદીની મુલાકાત વિશે કહ્યું કે બંને નેતાઓ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ બેઠક આગામી 10 થી 15 વર્ષ માટે બંને દેશો વચ્ચેની ભાગીદારીને વ્યાખ્યાયિત કરવા જઈ રહી છે. આગામી થોડા દિવસોમાં અમે સંરક્ષણ સહયોગ, સાયબર, સ્પેસ, સપ્લાય ચેઇન અને ક્લાઈમેટ ચેન્જ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરીશું. આ બેઠક ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે. અમને તેના માટે ઘણી આશાઓ છે. પીએમ મોદીના અમેરિકા પ્રવાસથી ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી શષાો માટે તેના પરંપરાગત મિત્ર રશિયા પર નિર્ભર ભારત નવી દિશામાં આગળ વધવા માટે તૈયાર છે. પીએમ મોદીની આ મુલાકાતમાં અમેરિકા સાથે ખતરનાક ખચ-9ઇ પ્રિડેટર ડ્રોન તેમજ ફાઈટર પ્લેન જેટ એન્જિન પર કરાર થવાની આશા છે. ખાસ વાત એ છે કે અમેરિકા પાસેથી ફાઈટર જેટ એન્જિન ટેક્નોલોજી અને હાઈ પરફોર્મન્સ ડ્રોન મેળવવા ઉપરાંત ભારત બે મોટા કરાર પર કામ કરી રહ્યું છે. આ સોદો ભારતીય કંપનીઓ માટે અબજો ડોલરનું યુએસ સંરક્ષણ બજાર ખોલશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular