ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘણું ઓછુ છે. છેલ્લા એક મહિનાથી રાજયમાં કોરોનાના કેસ 20થી ઓછા હતા. 18 ઓગસ્ટ બાદ ગુજરાતમાં ગઈકાલના રોજ કોરોનાના 22 કેસ નોંધાયા છે. બુધવારના રોજ માત્ર 15કેસ નોંધાયા હતા. રાજ્યમાં હાલ 149 એક્ટિવ કેસ છે અને 6 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 23 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં ગુરુવારના રોજ કોરોનાના 22 કેસ નોંધાયા હતા. જે પૈકી અમદાવાદ અને સુરતમાં 5-5 કેસ, ભાવનગર વલસાડમાંથી 2-2, અમરેલી-ગીર સોમનાથ-જામનગર-પોરબંદર-રાજકોટમાંથી કોરોનાના 1-1 કેસ નોંધાયા હતા. જયારે કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ થયું ન હતું.10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,35,85,394 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. આજે રોજ પણ વેક્સીનેશનના મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.