તા.01/10/2022ના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ-2022 અન્વયે જામનગર જિલ્લાના મતદારયાદી ઓબઝર્વર આર.બી.બારડ, ચેરમેન, જી.પી.સી.બી., ગાંઘીનગરએ આજરોજ કલેકટર ડો.સૌરભ પારઘી, નાયબ જિલ્લા ચૂંટણી અઘિકારી કેસ.એસ. ગઢવી, તમામ વિઘાનસભા મતવિસ્તારના મતદાર નોંઘણી અઘિકારી અને મદદનીશ મતદાર નોંઘણી અઘિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી. જેમાં અધિકારીઓને ચૂંટણીલક્ષી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ જિલ્લાના તમામ રાજકીય પક્ષોના આગેવાનો સાથે પણ બેઠક યોજી જરુરી સૂચનો માગવામાં આવ્યા હતા.
આ રિવ્યૂ બેઠકમાં આર.બી. બારડે અધિકારીઓને મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમને વેગવંતો બનાવીને મતદારોની નોંધણી કરવી , આધારકાર્ડ લિંક કરાવવા, કોલેજોમાં જઈ ને 18 વર્ષ પૂર્ણ થયા હોય તે યુવાઓના મતદારયાદીમાં નામ નોંધવા, ડોર ટુ ડોર સર્વે કરવું વગેરે કામગીરી અંગેની રીવ્યુ બેઠક યોજવામાં આવી હતી. તેમજ કલેકટર ડો. સૌરભ પારઘી દ્વારા પણ ઉપસ્થિત અધિકારીઓને સૂચનો આપવામાં આવ્યા હતા.
આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કે.એસ. ગઢવી, નિવાસી અધિક કલેકટર બી.એન. ખેર , પ્રાંત અધિકારીઓ, મતદાર નોંધણી અધિકારીઓ તેમજ મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.