આ અંગેની વિગત મુજબ, ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલા શિરેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજવામાં આવેલા લોકમેળામાં મોડી રાત્રીના સમયે ખુલ્લી છરી લઈને દેકારો કરતા હસમુખ હરેશ મકવાણા (ઉ.વ. 22, રહે. ભગવતી હોલની પાછળ) નામના શખ્સને લોકોએ દબોચી લઈ, મેથીપાક ચખાડ્યો હતો. તેની સામે પોલીસે જી.પી. એક્ટની કલમ 135 (1) હેઠળ ગુનો નોંધી, અટકાયત કરી હતી. ખુલ્લી છરીએ નીકળેલા આ શખ્સના કારણે લોકમેળામાં થોડો સમય ભયનો માહોલ પણ પ્રસરી ગયો હતો.


