જામનગર શહેર નજીક ખંભાળિયા બાયપાસ પાસેથી એસઓજીની ટીમે ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે શખ્સને ઝડપી લઇ પૂછપરછ કરતા તમંચો દરેડના શખ્સ પાસેથી ખરીદ્યાની કેફિયતના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર નજીક ખંભાળિયા બાયપાસ તુલસી હોટલ પાસેથી શખ્સ તમંચા સાથે પસાર થવાની એસઓજીનાી વિરેન્દ્રસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ ઝાલા, હર્ષદ ડોરીયાને મળેલી સંયુકત બાતમીન આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ બી.એન. ચૌધરી અને જે.ડી.પરમાર અને આર.એચ. બારના માર્ગદર્શન હેઠળ ટીમે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબના પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા દિલીપ ભરત વાઘેલા (ઉ.વ.23) નામના ભીમવાસ 3 માં જૂના રેલવે સ્ટેશન પાછળ આવેલા ડાંગરવાડામાં રહેતાં શખ્સ પાસેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો રૂા. પાંચ હજારની કિંમતનો તમંચો મળી આવતા એસઓજીએ દિલીપની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ દેશી તમંચો તેણે દરેડ ફેસ-3 માં મજૂરી કામ કરતાં અજાણ્યા હિન્દીભાષી શખ્સ પાસેથી ખરીદ્યાની કેફિયત આપી હતી. જેના આધારે એસઓજીએ શખ્સ અને મુદ્દામાલ પંચ બી પોલીસને સોંપી આપ્યો હતો.
એએસઆઇ સી.એન. જાડેજા તથા સ્ટાફે તમંમો સપ્લાય કરનાર શખ્સ સહિત બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી સપ્લાયર હિન્દી ભાષીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.