જામનગર શહેરમાં રાજપાર્ક શેરી નંબર-3 માં પ્રૌઢએ માનસિક બીમારીથી કંટાળી પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી.

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં જિલ્લા સેવા સદન -4 રાજપાર્ક શેરી નંબર-3 જામનગરમાં રહેતા નરેન્દ્રભાઈ હિરજીભાઈ બકરાણીયા નામના 67 વર્ષના વૃધ્ધને છેલ્લાં સાતેક વર્ષથી માનસિક બીમારી હોય જેના કારણે બિમારીથી કંટાળી તા.19 ના રોજ સાંજના સમયે પોતાના ઘરે હોલની છતના હુંકમાં લોખંડના સળિયામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ અંગે આનંદભાઈ બકરાણીયા દ્વારા પોલીસને જાણ કરાતા સિટી બી ના પીએસઆઈ ડી જી રાજ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.