દેવભુમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ગામમાં રહેતાં શખ્સને હરીપર પાસેથી એસઓજીએ બાતમીના આધારે શખ્સને દબોચી લઇ તલાસી લેતા તેની પાસેથી જામગરી બંદૂક મળી આવતા ધરપકડ કરી હતી.
બનાવની વિગત મુજબ દેવભુમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રાવલીયા પાડા વિસ્તારમાં રહેતા જેસા નઢા માણેક નામના 48 વર્ષના શખ્સને હરીપર ગામ પાસેથી પોલીસે રાત્રિના સમયે પરવાના વગરની જામગરી બંદૂક સાથે નીકળતા ઝડપી લીધો હતો. એસ.ઓ.જી. પોલીસની આ કાર્યવાહીમાં રૂપિયા 1,000 ની કિંમતનું અગ્નિશસ્ત્ર પોલીસે કબજે લઈ, આરોપી જેસા માણેક સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.