ખંભાળિયા પંથકમાં આજથી આશરે અઢી દાયકા પૂર્વે નોંધાયેલી હત્યા પ્રકરણમાં નાસી છૂટેલા મૂળ જામનગરના આરોપી પેરોલ જમ્પ કરીને ફરાર થઈ જતા દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે ગઈકાલે અહીંથી દબોચી લીધો હતો.
વર્ષ 1999 માં ખંભાળિયા પોલીસ મથકમાં એક આસામીની હત્યા અંગેનો ગુનો નોંધાયો હતો. આ હત્યા પ્રકરણમાં સજા પામેલા આરોપી શબીરમિયાં ઉર્ફે શબલો અઝીઝમિયા બુખારીને પોલીસે જે-તે સમયે પોલીસે ઝડપી લીધા બાદ કોર્ટ દ્વારા તેને વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. મૂળ જામનગર જિલ્લાના મોરકંડા રોડ પર આવેલી સેટેલાઈટ સોસાયટી ખાતે રહેતા આરોપી શબીરમિયાં ઉર્ફે શબલો બુખારી વડોદરાની મધ્યસ્થ જેલમાંથી થોડા સમય પૂર્વે પેરોલ ઉપર છૂટ્યા બાદ તે નિયત સમયમાં જેલમાં પરત ફર્યો ન હતો.
આ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયાના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત શખ્સને ખંભાળિયામાંથી દબોચી લઈ અને પુન: વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવાની તજવીજ કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયા, હરદેવસિંહ જાડેજા, કાનાભાઈ માડમ, ભીખાભાઈ ગાગીયા તથા નિલેશભાઈ આંબલીયા દ્વારા કરવામાં આવી હતી.