ઝારખંડમાં ગઈકાલના રોજ એક જજનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. પરંતુ હવે તે ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં તેની હત્યા કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગઈકાલે વહેલી સવારે 5 વાગ્યે ઝારખંડના ધનબાદમાં એક જજ મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. અને પાછળથી એક રીક્ષાચાલકે તેને ઠોકર મારતા તેનું મૃત્યુ નીપજ્યું છે. અત્યાર સુધી તો આ એક અકસ્માત હતો તેમ લાગી રહ્યું હતું. પરંતુ ખરેખર તેમની રીક્ષાથી ટક્કર મારીને હત્યા કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. કારણકે આ રીક્ષા પણ ચોરાઉ હતી.
ઝારખંડના ધનબાદ શહેરમાં રહેતા જજ ઉત્તમ આનંદ બુધવારે વહેલી સવારે 5 વાગ્યે વોક પર નીકળ્યા હતા અને તેનું રીક્ષાની ઠોકરે આવતા મૃત્યુ થયું હતું તેમ માનવામાં આવી રહ્યું હતું. પણ આ ઘટનાના CCTV સામે આવતા હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. CCTVમાં જોઈ શકાય છે કે જજ ઉત્તમ આનંદ રસ્તાની સાઈડમાં વહેલી સવારે ચાલી રહ્યા હતા. રસ્તામાં કોઈ જ હતું નહી અને પાછળથી એક ઓટો આવે છે અને રસ્તા પર ઓટો ચાલવાની જગ્યાએ જજને પાછળથી ઠોકર મારીને જતો રહે છે. આ બનાવમાં પોલીસે રીક્ષાચાલક સહીત ત્રણ શખ્સોની ધરપકડ કરી લીધી છે. જે રીક્ષાથી ઠોકર મારવામાં આવી હતી. તે રીક્ષાની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
એક મહત્વપૂર્ણ હત્યાકાંડના કેસમાં સુનાવણી કરનાર મૃતક જજની હત્યા થઇ હોવાનું માનીને પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. જજ ઉત્તમ આનંદ ધારાસભ્ય સંજીવસિંહના નજીકના રંજય હત્યાકાંડમામલે સુનાવણી કરી રહ્યા હતા. અને ધારાસભ્યએ આ કેસમાં CBIની તપાસની માંગ કરી છે.
વધુ વાંચો
“હીટ એન્ડ રન”ના CCTV : ફૂટપાથ પર સુતેલા પરિવાર પર કાર ફરી વળતા મહિલાનું મૃત્યુ
મોબાઈલમાં વ્યસ્ત યુવકનું બસની અડફેટે મોત, ઘટના CCTVમાં કેદ
ભક્તે મંદિરમાં શીશ ઝુકાવ્યું અને અચાનક ઢળી પડતા થયું મૃત્યુ, CCTV વાયરલ