કાલાવડ તાલુકાના રીનારી ગામના સીમમાં આવેલા ખેતરમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન 960 નંગ દારૂના ચપલા, 492 બોટલ ઈંગ્લીશ દારૂ અને મોબાઇલ સહિત કુલ રૂા.4,38,500 ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, કાલાવડ તાલુકાના રીનારી ગામની સીમમાં આવેલા ખેતરમાં દારૂનો મોટો જથ્થો ઉતર્યો હોવાની પો.કો. કુલદિપસિંહ જાડેજા, અલ્તાફ સમાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.એ. પરમાર, હેકો વી.જે. જાદવ, વી.એ. જાડેજા, પો.કો. કુલદીપસિંહ જાડેજા, અલ્તાફ સમા, માલદેવસિંહ ઝાલા, દિગ્વીજયસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન રીનારી ગામની સીમમાં આવેલા ખેતરમાં રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.2,46,000 ની કિંમતની 492 બોટલ ઈંગ્લીશ દારૂ અને રૂા.1.92 લાખની કિંમતના 960 નંગ દારૂના ચપલા અને 500ની કિંમતનો એક મોબાઇલ મળી આવતા પોલીસે મનોજ દેવશી શિયાણી નામના શખ્સની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં કાલાવડ તાલુકાના મુરીલા ગામના મહિપાલસિંહ ઉર્ફે કાનો મહેન્દ્રસિંહ જાડેજાની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે કાલાવડ પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.