ડ્રગ્સ કે શરાબને કારણે દેશમાં દરરોજ 10 લોકોનાં મોત કે આત્મહત્યાની ઘટનાઓ બને છે. સૌથી વધુ આત્મહત્યા મહારાષ્ટ્ર, તામિલનાડુ, કેરળમાં થાય છે ક્રૂઝ રેવ ડગ્સ પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત નબીરાઓના સંતાનો રંગે હાથ ઝડપાતા આખા દેશમાં સનસનાટી મચી ગઈ હતી. નાની ઉંમરનાં યુવાનોમાં ડ્રગ્ગ્સનું વધતું જતું દૂષણ આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યું હતું. નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરોએ પાડેલા દરોડાનું પગેરું અનેક માલેતુજારોની ઐયાશીભરી જિંદગીનાં રાઝ ખોલી રહ્યું છે ત્યારે બીજી ચોંકાવનારી વાત સામે આવી છે કે, ભારતમાં છેલ્લા 3 વર્ષમાં ડ્રગ્સના કારોબારમાં 455 ટકાનો વધારો થયો છે.
ડ્ર્ગ્સનું દૂષણ હવે ગંભીર સમસ્યા બની ચૂક્યું છે જે યુવાનોની યુવાનીને ઉધઈની જેમ કોરી ખાય છે.ઞગઘઉઈનાં વર્ષ 2015ના આંકડાઓ મુજબ દુનિયાભરમાં આશરે 23.4 કરોડ લોકો ડ્રગ્સનાં રવાડે ચઢી ગયા છે. દર વર્ષે 2 લાખ લોકો નશાને કારણે મૃત્યુ પામે છે. રાજ્યસભામાં રજૂ કરાયેલા એનસીબીના નશાને લગતા આંકડાઓ પરથી જણાઈ આવ્યું છે કે, ડ્રગ્સ કે શરાબનાં વ્યસનને કારણે દેશમાં દરરોજ 10 લોકોનાં મોત થાય છે અથવા તો આત્મહત્યાની ઘટનાઓ બને છે. જેમાં એક મોત તો પંજાબમાં જ થાય છે. ડ્રગ્સને કારણે સૌથી વધુ આત્મહત્યા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તામિલનાડુ અને કેરળમાં થાય છે. 1 કરોડ 3 લાખ લોકો ગાંજો કે ચરસનું સેવન કરે છે દેશમાં આશરે 1 કરોડ 3 લાખ લોકો ગાંજો કે ચરસનું સેવન કરે છે. નશો કરનારા સૌથી વધુ લોકો સિક્કિમમાં છે બીજા નંબરે ઓડિશા અને ત્રીજો નંબર દિલ્હીનો છે. આખા વિશ્ર્વની સરખામણીમાં ભારતમાં અફીણમાંથી બનાવવામાં આવતા ગેરકાનૂની નશીલા પદાર્થોનું સેવન વધારે થાય છે.
યુએન ઓફિસ ઓફ ડ્રગ્સ એન્ડ ક્ધટ્રોલના રિપોર્ટ મુજબ વર્ષ 2016માં આખી દુનિયામાં સપ્લાય થતા ગાંજાનો 6 ટકા એટલે કે, 300 ટન ગાંજો ભારતમાં જપ્ત કરાયો હતો. 2017માં તેનું પ્રમાણ 353 ટન થયું હતું. જ્યારે તે જ વર્ષે 3.2 ટન ચરસ જપ્ત કરાયું હતું. ભારતમાં ગાંજો અને ચરસનો ગેરકાયદે વેપાર રૂ. 10 લાખ કરોડનો છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, મ્યાંમાર, નેપાળથી હેરોઈન, કોકેન, મોર્ફિન વાયા ભારત થઈને આખા વિશ્ર્વમાં સપ્લાય કરાય છે. અફઘાનિસ્તાન અફીણનું સૌથી મોટું ઉત્પાદક છે. જ્યાં વર્ષે 5,000થી 6,000 ટન અફીણ ઉત્પાદિત થાય છે. એશિયાનાં દેશોમાં અફીણની સૌથી વધુ ખરીદી થાય છે. નશા માટે હેરોઈનનો વપરાશ ઝડપથી વધી રહ્યો છે. 2017માં દેશમાંથી 3.6 લાખ કિલો નશીલી દવા જપ્ત કરાઈ હતી. જેમાં મોટો હિસ્સો ગાંજાનો છે. 2017માં દેશમાંથી 2,551 કિલો અફીણ, 2,146 કિલો હેરોઈન, 3.52 લાખ કિલો ગાંજો, 3,218 કિલો ચરસ, 69 કિલો કોકેન જપ્ત કરાયું હતું. 2016માં મહારાષ્ટ્ર પોલીસ દ્વારા 18.5 ટન એફિડ્રિન જપ્ત કરાયું હતું.