Friday, January 16, 2026
Homeરાજ્યખંભાળિયામાં આવતીકાલે શ્રી ગુસાંઈજીના પ્રાગટ્ય મહોત્સવની થશે ભવ્ય ઉજવણી

ખંભાળિયામાં આવતીકાલે શ્રી ગુસાંઈજીના પ્રાગટ્ય મહોત્સવની થશે ભવ્ય ઉજવણી

વૈષ્ણવોના પૂજનીય શ્રી ગુસાંઈજીના 506 માં પ્રાગટ્ય દિન નિમિત્તે આવતીકાલે મંગળવારે ખંભાળિયામાં વિવિધ ધર્મમય કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
પૂજ્ય શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ ગુસાંઈજીના 506 માં પ્રાગટ્ય દિન (જલેબી ઉત્સવ) નિમિત્તે ખંભાળિયામાં મંગળવાર તારીખ 28 મી ના રોજ સાંજે પાંચ વાગ્યે શ્રી મહાપ્રભુજીની બેઠકજીએથી વરણાંગીનો પ્રારંભ કરવામાં આવશે જે બરછા સ્ટ્રીટ ખાતે આવેલી સેવા કુંજ હવેલી ખાતે સંપન્ન થશે. જેમાં ગૌસ્વામી શ્રી માધવી વહુજી બિરાજશે. આ સાથે અહીં વધાઈ, કીર્તન અને રાસના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે.
આ શોભાયાત્રામાં બજાણાની જાણીતી કીર્તન મંડળી રાસની રમઝટ બોલાવશે. વરણાંગીના મનોરથી તરીકે વિનુભાઈ બરછા (ઘી વારા) રહેશે. દરેક વૈષ્ણવ બહેનોને કેસરી- પીળી સાડી તથા ભાઈઓએ કેસરી ધોતી- બંડીમાં જોડાવવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular