જામનગરમાં પેન્શન મેળવતાં પેન્શનરોને તા. 7 સપ્ટેમ્બર સુધીમાં પોતાની હૈયાતીની ખાતરી તિજોરી કચેરીમાં કરાવવા જામનગર જિલ્લા પેન્શનર સમાજ પ્રમુખ ટી.કે. મોદીની યાદી જણાવે છે.
નિવૃત્તિ બાદ સરકારી કર્મચારીને પેન્શન મળતું હોય છે. તે માટે તિજોરી કચેરીમાં હૈયાતીની ખાતરી કરાવવી જરુરી હોય છે. ચાલુ માસ દરમિયાન તા. 1 થી 5 દરમિયાન પેન્શનરોના ખાતામાં પેન્શન જમા થયું નથી. તેવા પેન્શનરોના હૈયાતી ખાતરી અંગેના ફોર્મ બેંક મારફત કોઇ કારણોસર તિજોરી કચેરીમાં પહોંચ્યા નથી. આથી પેન્શનરોએ પોતાની હૈયાતીની ખાતરી તા. 7 સપ્ટેમ્બર સુધીમાં તિજોરી કચેરીમાં રૂબરૂ જઇને કરાવવાની રહેશે. જેથી તેઓને તા. 15 પહેલા પેન્શન મળી જાય. આથી તાત્કાલિક ધોરણે તિજોરી કચેરી ખાતે જઇ પેન્શનરોએ જઇ હૈયાતીની ખાતરી કરાવવી લેવા જામનગર જિલ્લા પેન્શનર સમાજ પ્રમુખ ટી.કે. મોદી દ્વારા જણાવાયું છે.