જામનગર શહેરમાં હરિયા કોલેજ પાસે આવેલી રિધ્ધી સિધ્ધી હોટલ પાછળના સિધ્ધાર્થનગર વિસ્તારમાં રહેતી ભારતીબેન નાનજીભાઈ પરમાર (ઉ.વ.27) નામની યુવતી તેણીના ઘરેથી કોઇને જાણ કર્યા વગર ચાલી જતા યુવતીના પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હોવા છતાં કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી આખરે પરિવારજનો દ્વારા પોલીસમાં યુવતી ગુમ થયાની નોંધ કરવામાં આવી હતી. જેના આધારે સિટી સી પોલીસ સ્ટાફે ગુમ થયેલી યુવતીની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં.


