જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં રહેતી યુવતી તેણીના ઘરેથી કોઇને જાણ કર્યા વગર જતી રહેતા પોલીસ દ્વારા યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં ધરારનગર વિસ્તારમાં ઇદ મસ્જિદ રોડ પર રહેતી પ્રીયા રાધવી આનંદભાઈ મલુલા (ઉ.વ.18) નામની યુવતી તેણીના ઘરેથી કોઇને જાણ કર્યા વગર ચાલી જતા લાપતા થયેલી યુવતીના પરિવારજનો દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે લાપતા થયેલી યુવતીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


