જામનગર શહેરમાં શંકરટેકરી પંચશીલનગરમાં રહેતાં આધેડની પુત્રીએ રાત્રિના સમયે તેના ઘરે કોઇપણ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરીમાં પંચશીલનગર શેરી નંબર 1 માં રહેતાં દિનેશભાઈ પરમાર નામના આધેડની પુત્રી દર્શનાબેન પરમાર (ઉ.વ.22) નામની યુવતીએ ગત તા.24 ના રોજ મધ્યરાત્રિના સમયે તેણીના ઘરે કોઇપણ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા યુવતીને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું ગુરૂવારે સાંજે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા એએસઆઈ એફ.જી. દલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.