જૂનાગઢની કોર્ટના ભરણપોષણના કેસમાં સજા પામેલ આરોપી નાસતો ફરતો હોય જામનગર એસઓજી પોલીસે જી. જી. હોસ્પિટલ નજીકથી ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જૂનાગઢના ફેમેલી કોર્ટ દ્વારા જામનગરના સબીર રહેમાન કુરેશીને ભરણપોષણના કેસમાં 203 દિવસની સાદી કેદની સજા કરી હતી. આ કેસનો આરોપી નાસતો ફરતો હોય આ દરમિયાન હાલમાં આરોપી જામનગરની જી. જી. હોસ્પિટલ પાસે ઉભો હોવાની જામનગર એસઓજીના હેકો રમેશભાઈ ચાવડા, દિનેશભાઇ સાગઠીયા તથા સંદિપભાઈ ચુડાસમાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એસઓજીના ઈન્ચાર્જ પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ જે ડી પરમાર સહિતના સ્ટાફ દ્વારા બાતમીવાળા સ્થળેથી રેઈડ દરમિયાન સબીર રહેમાન કુરેશીને ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે સીટી એ પોલીસને સોંપી આપ્યો હતો.