જામનગર શહેરના વાલકેશ્ર્વરીનગરીમાં આવેલ આતિથ્ય રેસ્ટોરન્ટમાં આજે સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં ફાયર વિભાગની ટીમ દોડી ગઇ હતી. આજે સવારે 6 વાગ્યા આસપાસ વાલકેશ્ર્વરીમાં ભાવિકભાઇ થાનકીની માલિકીની આતિથ્ય રેસ્ટોરન્ટમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. જેના પરિણામે રેસ્ટોરન્ટમાં રહેલ પાર્સલ માટેના પ્લાસ્ટિકના બોકસ સહિતનો સામાન આગની લપેટમાં આવી ગયો હતો. સદ્નસિબે કોઇ જાનહાની થઇ ન હતી. ફાયર વિભાગની ટીમને આ અંગે જાણ કરાતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને એક ગાડી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.