જામનગરમાં ઠેબા ચોકડીથી મહાપ્રભુજીની બેઠક તરફના માર્ગ પર આજે સવારે ગરબા રમાડી સ્કૂલના બાળકોને ઇકો વેનમાં મૂકવા જતા સમયે સામેથી રોંગ સાઇડમાં આવી રહેલા રેતી ભરેલા ડમ્પરે ઇકોને ઠોકર મારી હડફેટ લેતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્કૂલના આઠ બાળકોને ઇજા પહોંચી હતી. જેમાં ચાર બાળકોને સામાન્ય ઇજા તથા બે બાળકોને વધુ ઇજા થઇ હતી. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદ્નસીબે જાનહાનિ ટળી હતી, પરંતુ રેતી ભરેલા રોંગ સાઇડમાં આવી રહેલા ડમ્પર સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગણી ઉઠી છે.
View this post on Instagram


