જામજોધપુર તાલુકાના મોરઝર પાટીયાથી ગોપ પાટીયા તરફ આવી રહેલી આઈ10 કારને એલસીબીની ટીમે આંતરીને તલાસી લેતા કારમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે મોડપરના શખ્સને ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ, જામજોધપુર પંથકમાંથી દેશી દારૂનો જથ્થો કારમાં પસાર થવાની એલસીબીના ઋષિરાજસિંહ વાળા, હરદીપ ધાંધલ અને મયુરસિંહ પરમારને મળેલી બાતમીના આધારે પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા તથા સ્ટાફે મોરઝર પાટીયાથી ગોપ પાટીયા તરફ આવતી જીજે-12-ડીએમ-2058 નંબરની આઇ-10 કારને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.8000 ની કિંમતનો 400 લીટર દેશી દારૂ અને રૂા.5000 ની કિંમતનો મોબાઇલ અને રૂા.2000 લાખની કિંમતની કાર મળી કુલ રૂા.2,13,000 ના મુદ્દામાલ સાથે એસલીબીએ વિશા દાના ગરસર નામના શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ દરોડામાં ડાયા ખીમા કોડિયાતરની સંડોવણી ખુલતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.